નેહડો ( The heart of Gir ) - 29

(27)
  • 4.6k
  • 2
  • 2.6k

" ગર્યમાં બારથી આવેલા મેમાન અનપાણી છોડે તો મેહુલો આવે." છોડી આમ બોલીને બરાબર ઈ ટાણે ભૂખ, ને માથે વરસતી ભાદરવાની અગનજાળને લીધે કછી છોરાની એક દૂબળી ગાવડી ચરતી ચરતી ધબ્બ કરતી હેઠે પડી. પડતાં વેંત ગાવડીનાં મોઢામાંથી વેંત એક જીભડી બાર નીકળી ગઈ ને આંખ્યું ઉઘાડી રહી જઈ. નાખોરામાંથી છેલ્લાં સુવાસનાં ફૂફાડે ધૂડની ડમરી ઉડી. કછી જુવાનને ઓલી છોડીની વાત હવે મનમાં ઉતરી ગય.ઈની ઈ ઘડીયે કછી આયાં આંબલી હેઠે પલોઠી વાળીને બેહી જ્યો. પલોઠી વાળી મનમાં ભગવાનનું નામ લેવા માંડી જ્યો. બધાએ ઘણો હમજાયો કે આમ લાંઘણ (ભૂખ્યા રહેવું) કર્યે વરહાદ નય આવે. ઓણનું વરા દેવ ગર્ય ઉપર