સફેદ કોબ્રા ભાગ-9 બંધ દરવાજો સવારે ૭ વાગે ઇન્સ્પેક્ટર સૂરજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને રાજવીરની કેબીનમાં પ્રવેશ્યો હતો ત્યારે જય રાજવીરની કેબીનમાં બેસી ફોન ઉપર CID અધિકારી જોડે શહેઝાદ ખાનના કેસ વિશે વાત કરી રહ્યો હતો. આજથી એની ડ્યુટી બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લાગી ગઇ હતી. એણે બાંદ્રા પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને રમ્યા મૂર્તિના ખૂની ધનરાજ પંડિતને પકડવાનો હતો. જયે વાત પૂરી કરી ફોન મુકીને સૂરજને જણાવ્યું હતું કે રાજવીર ૭ દિવસ માંદગીના કારણે રજા ઉપર છે એટલે કેસ આપણે બંન્ને એ સંભાળવાનો છે. જયની વાત સાંભળીને સૂરજને નવાઈ લાગી હતી. “રાજવીર કોઈ દિવસ ગમે તેટલી પરિસ્થિતિ