સફેદ કોબ્રા ભાગ-6 હીરો શેહઝાદ સલમાન ખાન ઉર્ફે SSKનું ખૂન સલીમ સોપારી અને એના સાગરિતોએ સિયા સાથે મળી શહેઝાદ ખાનને ખુરશીમાં બાંધી એના મોં પર પટ્ટી મારી દીધી હતી. "હા તો સુપરસ્ટાર શહેઝાદ સલમાન ખાન ઉર્ફે SSK, જો તું બૂમાબૂમ ના કરવાનો હોય તો મોં ઉપરથી તારી પટ્ટી ખોલું." સલીમ સોપારીએ શહેઝાદને પૂછ્યું હતું. શહેઝાદે આંખોના ઇશારાથી હા પાડી એટલે સલીમે એના મોં ઉપરની પટ્ટી ખોલી નાંખી હતી. "સિયા તે મને દગો આપ્યો. તે મારા પ્રેમની કદર ના કરી. તારા પોતાના પ્રેમીને મારવા માટે આ બે કોડીના ગુંડાઓને બોલાવી લીધા!!! નિશાનું ખૂન કરી તને હજુ ચેન નથી પડ્યું." શહેઝાદ વાત