સફેદ કોબ્રા - ભાગ 3

(26)
  • 4.6k
  • 3
  • 3k

સફેદ કોબ્રા ભાગ-3 પનવેલ ફાર્મહાઉસમાં મીટીંગ હોટલ બ્લ્યુ સ્ટારમાંથી નીકળતી વખતે ઈન્સ્પેક્ટ રાજવીરે જયને જોઈ લીધો હતો. જયને એણે દાઢમાં તો પહેલેથી જ રાખ્યો હતો અને એને કોઈપણ સંજોગોમાં પછાડવા માટે એ કટિબદ્ધ બન્યો હતો. રાજવીર સવારે જયારે પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે સબ ઇન્સ્પેકટર જયે રાજવીરને બપોરે બે વાગે બાંદ્રામાં આવેલ એક કોફીશોપમાં મળવા માટે કહ્યું હતું અને સાથે એવું પણ કહ્યું હતું કે ખુબજ મહત્વની વાત છે, જે વાત એ પોલીસ સ્ટેશનમાં કહી શકે એમ નથી. રાજવીરને એના ઉપર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ એની પાસેથી વાત જાણવાની પણ ઇન્તઝારી એને થઇ હતી. એ વિચારી રહ્યો હતો