સફેદ કોબ્રા - ભાગ 2

(30)
  • 4.5k
  • 2
  • 3.1k

સફેદ કોબ્રા ભાગ-2 રાજવીર ઉપર જાસૂસી જયે હવાલદાર રઘુને ફોન જોડ્યો હતો. સામે છેડેથી રઘુએ ફોન ઉપાડ્યો હતો. "હા રઘુ, બોલ." "સર, એક ખાસ વાત હતી એટલે તમને વારંવાર ફોન કરતો હતો. હોટલ બ્લ્યુ સ્ટારનો માલિક વિનાયક ઘાટગે હમણાં પાંચ મિનિટ પહેલા જ સાહેબની કેબીનમાં અંદર ગયો છે." "સારું, શું વાત વાતચીત થાય છે, એ સાંભળવાની કોશિષ કર અને એ જાય પછી મને ફોન કરજે." સારું બોલી રઘુએ ફોન મુકી દીધો હતો. થાનેદાર રાજવીરની કેબીનમાં વિનાયક ઘાટગે ખુરશી ઉપર બેઠો હતો અને પોતાની વાત કહેવા માટે એના મગજમાં એણે આખી વાતને ગોઠવી રાખી હતી. "હા તો વિનાયકજી, પોલીસ સ્ટેશનમાં તમે