પારસમણીની પ્રતીક્ષા ... !! લાખો નિરાશામાં છુપાયેલી એક આશા એ જ તો છે જીવન સાફલ્યની ચાવી. વારંવાર થતું પુનરાવર્તન પણ એક સફળતાની ચાવી જ છે. સફ્ળતાને વરવું હોય તો મનનો દ્રઢ નિશ્ચય અને સખત પરિશ્રમ જ સફળતા તરફ દોરી જતો એક સુનિશ્ચિત માર્ગ છે. તેની અવગણના કરી શકાય તેમ નથી. બધી જ વાતોની એક જ વાત ... "મન હોય તો માંડવે જવાય." અરે, ઓ દલપતરામ આવો ... આવો, જુઓને આ સવાર સવારમાં કેટલાક લોકો એકત્ર થઈ બૂમાબૂમ કરે છે અને કહે છે, "લાવો, બતાવોને પારસમણીની ચાવી." જો જો , ડબલ લોક છે. પહેલાં તમે તમારા મનમાં દલપતરામનો કરોળિયો ભેળવો પછી