કિડનેપર કોણ? - 6

(18)
  • 3.1k
  • 3
  • 2k

(મોક્ષા ના અપહરણ એ સમાજ માં ખળભળાટ મચાવી દીધો હતો.રાજ તેની તપાસ કરવા મોક્ષા ના ઘરે પહોંચ્યો તેનું ઘર અને તેની આગતા સ્વાગતા જોઈને તથા મંત્ર ને જોઈ ને રાજે તેની અમીરાઈ વિશે અટકળો બાંધી,અને ઘર માં રહેતા દરેક ને પૂછપરછ માટે બોલાવ્યા.હવે આગળ..) મંત્ર એ ઇન્ટરકોમ પરથી સૂચના આપી ઘટના સમયે હાજર દરેક ને બોલાવ્યા.થોડી જ વાર માં એક વૃદ્ધ દંપતી,બે નાના બાળકો અને ત્રણ નોકરો આવી ને ઉભા રહ્યા.મંત્ર ના પિતા દેખાવે જ કડક લાગતા હતા,ચેહરા પર નૂર અને થોડું ઘણું પૈસા નું અભિમાન ચોખ્ખું દેખાઈ આવતું હતું.તેમને સિલ્ક નો કુરતો અને પાયજામો પહેર્યો હતો.જ્યારે મંત્ર ની મમ્મી