ઘડીક ખાંભી સામે જોઈ, પછી આંખો બંધ કરી.પછી રાધીને કના સામે ફરીને અમુઆતા ગીરમાં બનેલી સોએક વર્ષ પહેલાની ઘટનાનું વર્ણન કરવા લાગ્યા." છોરાવ તમી તો હંધું જાણો સો.માલધારીનો અવતાર ગર્ય, વરહાદને ઈના માલમાં જ નીહરી જાય.જો વરહાદ હારો વરહે તો ગર્ય હોળે કળાએ ઊઘડે. ગર્ય હોળે કળાએ ખીલેલી હોય. ગર્ય હોળે કળાએ હોય એટલે ઈમાં ખડનો પાર નો રે. ખડ ઘાટું હોય પશે માલ શેનો ભૂખ્યો રે? માલનાં ભરેલાં પેડું જોય માલધારીનાં પેટ ઈમનમ ભરાય જાય હો. ધરાણેલો માલ ગોવાલણુનાં બોઘણાં છલકાવી દયે. છલકતાં બોઘણે બાઝેલા ફીણ માલધારીયુંનાં પાડરું,વાછરુંને છોરુડાને મોઢે બાઝે. આણથી મોટું હખ માલધારીને હેકી નય. અહાડ મયનાનો