યાદ કરો કુરબાની - 1

  • 2.5k
  • 1.2k

દૂર ક્ષિતિજમાં જમીન દેખાઈ. હજી આસપાસ અફાટ સમુદ્ર ઘૂઘવતો હતો. અમારૂં જહાજ વેગપૂર્વક પાણી કાપતું એ જમીન જેવી દેખાતી પટ્ટી તરફ જઈ રહ્યું હતું. મારી બાજુમાં ઉભેલા મારા દાદા એકદમ રોમાંચિત થઈ ગયા. મારે ખભે હાથ મૂકી બીજે હાથે એ જમીન બતાવતાં બોલ્યા- "સ્વતંત્ર બેટા, આ દેખાય એ જમીન, આંદામાન ટાપુ જ્યાં તારા આ દાદાએ કાળાં પાણીની સજા કાપેલી. દેશને ખાતર, મા ભારતીને ખાતર."દાદા ક્ષિતિજમાં દેખાતાં એ કાળાં બિંદુ સામે મીટ માંડી રહ્યા. એ બિંદુ હવે ધીમેધીમે લીલી ભુરી પટ્ટીનું રૂપ ધારણ કરી રહ્યું હતું.તૂતક પર ઉભેલા એમની જેવા વયસ્ક સહ યાત્રીઓ એકી સાથે બોલી ઉઠ્યા, "વંદે માતરમ. ભારત માતાની…"અમે