ચોર અને ચકોરી - 11

  • 4.2k
  • 1
  • 2.4k

(પંડિતે જોયેલા જોષ અનુસાર પશાકાકા ના પૌત્ર નુ એના જન્મ ના એકવીસ મા દીવસે મૃત્યુ થયુ.આથી ક્રોધે ભરાયેલા પશા સરપંચ અને એમનો દિકરો રમેશ કેટલાક ગુંડાઓ ને લઈને પંડિત ના ઘેર પોહચ્યા.) હવે આગળ વાંચો..... "એય. જોષિડા. બારો નીકળ." રમેશે ત્રાડ પાડી. "બાપુ બાજુના ગામ ધુમાલ નગર મા કોઈ કામસર ગયેલા. રમેશ ભાઈ ની ત્રાડ સાંભળીને હુ ધુર્જતા ધૂર્જતા બાર આવી. " શુ.. શુ. છે?" મે બીતા બીતા પુછ્યુ. "શુ છે ની હવાદણી. તારો ડોહો કયા ગુડાણો છે. બાર કાઢ એને.' પશાકાકા ક્રોધથી નાખોરા ફૂલાવતા તાડુક્યા. "એ. એ. એ ઘરમાં નથી. ધુમાલનગર ગ્યા છે." બીકના માર્યા મારા શબ્દો મારા મુખમાંથી