શ્રાપિત - 13

  • 3.3k
  • 1.8k

પિયુષને ઝડપથી ગાડી ચલાવતા જોઈ અવની પિયુષને ગાડી ધીમે ચલાવવા કહે છે. છતાં પિયુષ સામેથી કોઈ જવાબ આપતો નથી. અવની ફરીથી પિયુષની તરફ જોઈને કહ્યું " અરે પિયુષ તું આ કેમ ગાડી ચલાવે છે " ? અવનીનો અવાજ સંભળીને પિયુષ અવની તરફ જોવે છે. પિયુષની લાલ રંગની ચમકતી આંખો અને ચહેરા પર ડરામણુ હાસ્ય ફરકતો પિયુષનો ચહેરો.પિયુષના આવા હાસ્યને જોતાં અવનીના ધબકારા વધી જાય છે. સુનસાન સડક પર ચાલતી ગાડી રસ્તાની ખરાબ પડેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંઘ થવા લાગી. સુનસાન સડક પર પવનનાં સુસવાટા સીધાં કાન પાસે આવીને અથડાતાં હતાં. ઝડપ રફતારથી ચાલતી ગાડી અને ચલાવન પિયુષના ડરામણા ચહેરાને જોતાં