આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩ મેવાનના પિતા ત્રિલોકે પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી અને એ માટે પોતે જવાબદાર હતી એ વાતનો આંચકો હેવાલીને હચમચાવી ગયો હતો. રાતના સમયની ઘરની અંદરની ઘેઘૂર શાંતિમાં એને પોતાના દિલની વધી ચૂકેલી ધડકન મોટા અવાજે સંભળાઇ રહી હતી. તે દિલ પર હાથ મૂકીને બરફની જેમ થીજી ગઇ હોય એમ સ્થિર થઇ ગઇ હતી. તેણે કાચની બારીની બહાર જોયું તો ગાઢ અંધારામાં આગિયા ચમકી રહ્યા હતા. એ જાણે કોઇની આંખો ચમકતી હોય એવો ભાસ ઊભા કરતા હતા. હેવાલી પોતાના પૂર્વ જન્મના જીવન પર મુકાયેલા આરોપના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી. તેણે દબાયેલા અવાજમાં