અંગત ડાયરી - મૈં નશે મેં હૂં

  • 3.6k
  • 1.2k

શીર્ષક : મૈં નશે મેં હૂં.. ©લેખક : કમલેશ જોષી "મામા નશો એટલે?" મારા ભાણિયાએ છાપાની હેડલાઇન વાંચતા મને પ્રશ્ન કર્યો. મેં કહ્યું, "થોડી બેહોશ અવસ્થા એટલે નશો." એ બોલ્યો, "મતલબ કે એક્સિડન્ટ થાય ત્યારે માણસ બેહોશ બની જાય એવું?" મેં કહ્યું, "થોડું થોડું એવું અને થોડું થોડું જુદું." એ મારી સામે પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો. મેં કહ્યું, "કેટલાક કેમિકલ એવા હોય છે, જેને લીધે આપણું મગજ ડિસ્ટર્બ થઈ જાય, આપણે સીધી રીતે જોઈ-વિચારી ન શકીએ, આપણા વાણી, વર્તન અને વિચાર પરનો આપણો કાબૂ જતો રહે એને નશો કહેવાય." મારા ભાણિયાએ તરત જ કહ્યું, "મારો ભાઈબંધ પિન્ટુ પણ