નેહડો ( The heart of Gir ) - 27

(33)
  • 4.4k
  • 3
  • 2.6k

અમુઆતાને પ્રકૃતિ સાથે ખૂબ લગાવ. ગીરના બધા પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, સરીસૃપો અને ઝાડવાથી તે સારી રીતે પરિચિત હતા. જેદી અમુઆતા માલઢોરમાં હોય તે દાડો રાધીને જરૂર કંઈક નવું જાણવા મળે જ. રાધી જે કંઈ ગીર વિશે જાણે છે તે બધું જ અમુઆતાએ શીખવેલ છે. અમુઆતાનો એક જ જીવન મંત્ર, "ગર્ય આપણને હાસ્વે,આપડે ગર્યને હાસવવાની"અમુઆતા ભણેલા તો નહોતા પણ ગણેલા ઘણું હતા. નાનપણથી લઇ અત્યાર સુધી તે ગીરમાં ખૂબ રખડેલા અને ઢોર ચારેલાં. અમુઆતા ગળાનાં પણ નરવા હતાં.તેનાં ગળામાંથી માતાજીની આરતી, દૂહા,છંદ વછૂટે એટલે સામે વાળાને