વૈશ્યાલય - 20

(20)
  • 7.9k
  • 1
  • 4.3k

ચા પી અંશ બાઇક લઈ નીકળી પડ્યો. મુખ્ય રસ્તા પર આવી બાઇક સાઈડમાં રાખી અંશે કિંજલ ને કોલ કર્યો. પણ કિંજલ કોલ ઉઠાવતી ન હતી... એક રિંગ... બે રિંગ... ત્રણ...રિંગ... સાત આઠ કોલ કર્યા છતાં કોલ રિસીવ ન થયો. થોડો ઉદાસ થઈ બાઇક પર નીચું મોઢું કરી બેઠો હતો ત્યાં પાછળથી પોતાની પીઠ પર કોઈનો હુંફાળો સ્પર્શ મહેસુસ કર્યો. પાછળ ફરીને જોયું તો કિંજલ હતી... શુ કમાલની લાગતી હતી એ. ખુલ્લા વાળ, થોડું લંબગોળ વદન, ફેન્સી ચશ્મા કોઈ જ પાઉડર કે લિપસ્ટિક નહિ. છતાં પણ ઘઉંવર્ણ ચહેરો ચમકી રહ્યો હતો. થોડું લુઝ ફૂલ બાય યલ્લો કલર ટીશર્ટ અને બ્લ્યુ શોર્ટ,