મોજીસ્તાન - 78

(17)
  • 2.8k
  • 1.2k

મોજીસ્તાન (78)તભાભાભા બાબાની વાત સાંભળીને એકદમ મુંજાઈ ગયા હતા.પોચા માસ્તરે માઇક પકડીને એકવાર એમની સામે જોયું.સભા પોચા માસ્તરને સાંભળવા એકકાન થઈ રહી હતી. ભાભાએ ઉભા થઈને હુકમચંદને કહ્યું, " મારી તબિયત જરા બગડી હોય એમ લાગે છે.હું ઘેર જાઉં છું સભામાં જે નક્કી થાય એ મને જણાવી દેજો.""સમસ્ત ગામવાસી ભાઈઓ,હું આજ એક વાત કહેવા આપ સૌ સમક્ષ ઉભો થયો છું. તભાભાભા મારી વાત સાંભળો,તમારા લીધે જ આજ આ સભા થઈ છે.તમે તમારો મહિમા સાંભળ્યા વગર ચાલ્યા જાવ એ કેમ ચાલે ! મારી વિનંતી છે કે સરપંચ હુકમચંદ અને તખુભાબાપુ તભાભાભાને બેસાડે." કહી પોચા સાહેબે સ્ટેજ પર બેઠેલા હુકમચંદ અને તખુભા સામે