નેહડો ( The heart of Gir ) - 26

(25)
  • 4.4k
  • 2.5k

રામુઆપાની વાત DFO સાહેબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એટલામાં બહાર ગાડીમાં કંઈક મેસેજ વાયરલેસ સેટમાં આવી રહ્યો હોય તેવું સંભળાયું. બહારથી ડ્રાઇવર દોડતો દોડતો સાહેબ પાસે આવ્યો. સાહેબની નજીક આવી કાનમાં કંઈક કહ્યું. સાંભળી સાહેબની આંખો પહોળી થઈ ગઈ. સાહેબે ગેલા સામે જોઈને કહ્યું, "આજે અમે જઈએ છીએ. પરંતુ તું નેહડો છોડી ક્યાંય જાતો નહીં. અમારી રજા વગર તારે ગીરની બહાર જવાનું નથી." આવી કડક સૂચના આપી સાહેબ દોડતા હોય તેમ ઝડપથી ચાલી બહાર નીકળ્યા. પાછળ પાછળ ગાર્ડ્સ અને ટ્રેકર્સ પણ બહાર નીકળ્યા. એક ગાર્ડનાં પગમાં પાડરુંને બાંધવાના ખીલાનું ઠેબુ વાગતાં