(અભી અને શિવ ની મિત્રતા પહેલા જેવી કરાવવામાં સોના ને જાજી સફળતા મળતી નથી.અને બધા છુટા પડે છે.અને થોડા જ સમય માં મોક્ષા ના અપહરણ ના સમાચાર સાંભળવા મળે છે.હવે આગળ...) હજી તો બંને ભાઈ બહેન મોક્ષા ના અપહરણ વિશે વાત કરે છે.અને તરત જ તેમના બંને ના મોબાઈલ માં મેસેજ નો મારો ચાલુ થયો.બંને એ ઝડપથી ચેક કર્યું તો તેમના બધા ફ્રેન્ડ્સ ને આ વાત ની જાણ થઈ હોય, તેમના જ મેસેજ હતા.બધા એકબીજા ને આ કેમ થયું હોય તે વિશે જ પૂછતાં હતા.અને મોક્ષા માટે મનથી દુઃખી હતા.આ બધા માં એક જ વ્યક્તિ એ ચેટ માં