ચોર અને ચકોરી - 10

(13)
  • 4.3k
  • 1
  • 2.4k

(ગયા અંક નો સારાંશ=તમારા પૌત્રનું ફકત એકવીસ દિવસનુ જ આયુષ્ય છે. આમ જ્યોતિષે કરેલી ભવિષ્ય વાણી થી હેબતાઈને પશા સરપંચ અને એમના દિકરા રમેશથી રાડ પડાઈ ગઈ." હે.!"......હવે આગળ.......) "એલા ભ્રામણ. શુ બોલે છે એનુ ભાન છે તને?."પશાકાકા ક્રોધથી ધ્રુજતા બોલ્યા. "બરાબર ભાન છે મને અને એટલે જ હુ કેતો તો. કે બાળકનું ભવિષ્ય જાણવાનું રેવા દો." બાપુએ ગંભરતાપૂર્વક કહ્યુ. રમેશે બાપુનું બાવડુ ઝાલીને એના ઘરની બહાર ધકેલ્યા. "યાદ રાખજે ભામટા. મારા દિકરાને કંઇ પણ થયુ છે તો તારી ખેર નથી." "બાપુ ચિંતાતુર ચહેરે ઘેર આવ્યા. બાપુને ચિંતામાં જોઈને મે પૂછ્યું. " શુ થયુ બાપુ? આજે કેમ તમારા ચેહરા ઉપર ચિંતા દેખાય છે?"