"વોશિંગ પાવડર નિરમા.."એક પ્રેરક અને સફળ વાર્તા :હું અમદાવાદની સી.એન.કૉલેજમાં 1988 માં હતો ત્યારે નિરૂપમા ત્યાં આવતી જતી જોઈ હતી.ઘણા મિત્રો કહેતા કે આ નિરૂપમા ઉર્ફે નિરમા એ સાબુ અને ડિટરજન્ટ કેક ના માલિક કરશનકાકા પટેલની દીકરી છે.ત્યારે તે નામ મારા માટે અજાણ્યું અને મગજમાં લેવા જેવું ના લાગ્યું. પરંતુ પછી થી ખબર પડી કે નિરમા બ્રાન્ડ વિશ્વ બજારમાં ધૂમ મચાવે છે. ત્યારે આ પાછળ કોની મહેનત છે તે ચકાસવાનું મન થયું.. અત્યંત ઓછા રૂપિયે નાની પ્રોડક્ટ બનાવી કરશન કાકા ખુદ સાઇકલ પર વેચવા જતા ત્યારે તે સમયની બલિહારી મહેનત રંગ લાવી. આ કરશનકાકાને મું.વરાણા ખોડિયાર માતાના પ્રાંગણમાં આદરણીયશ્રી ભાવસિંહજી