શ્રાપિત - 10

  • 3.3k
  • 1.9k

થાકના કારણે બાંકડા પર સુતેલો સમીર અને બાજુમાં વિચારોમાં ખોવાયેલો આકાશ બાંકડા પર માથું ઢાળીને બેઠો હતો. હોસ્પિટલના રૂમમાં દાખલ અધિરાજના રૂમનો દરવાજો ખુલ્યો અને કોઈ બહાર ઝડપભેર નીકળ્યું એવું આકાશને આભાસ થયો. આકાશ ઉઠીને ત્યાં જોવાં લાગે છે. પરંતુ કશું દેખાતું નથી ઝાંઝરનો અવાજ ધીમે-ધીમે દુર લોબીમાં સંભળાય છે.આકાશ બાજુમાં સુતેલા સમીરને ઉઠાડે છે. અંદર રૂમમાં દાખલ અધિરાજની તબિયત અચાનક ખરાબ લાગે છે. સમીર તુરંત ડોક્ટરને બોલાવી આવે છે. આકાશ સમીર અને ડોક્ટરને કહે છે. અહિયાં નક્કી કોઈ આવ્યું હતું. મારા પિતા સમાન કાકાને ઇજા પહોંચાડવા. ડોક્ટર આકાશ અને સમીરને રૂમની બહાર જવા કહે છે. રૂમમાંથી બહાર નીકળીને આકાશ