નેહડો ( The heart of Gir ) - 24

(27)
  • 4.2k
  • 1
  • 2.7k

અચાનક સામતે કાણીયા પર હુમલો કરી દીધો. તાકાતથી ભરેલા અને યુવાનીનાં નશામાં મદહોશ સામત કાણીયા પર ઘણના ઘા જેમ પ્રહાર કરવા લાગ્યો. આવા હુમલાનાં અનુભવી કાણીયાએ પણ સામે પ્રહારો કર્યા. અને સામતનાં ડેબે એવું તો બટકું ભર્યું કે દર્દથી સામત ત્રાડો નાખવા લાગ્યો. સામતે જેમ તેમ કરી પોતાને છોડાવી કાણીયાનાં નાક પર જોરદાર પંજાનો પ્રહાર કર્યો. કાણિયાનું નાક તોડી નાખ્યું. તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. નાજુક અંગ ઉપર પ્રહાર થવાથી કાણીયો ઘડીક તો તમ્મર ખાઈ ગયો. માંદગીમાંથી ઉભા થયેલા કાણીયામાં પહેલા જેવી તાકાત તો રહી ન હતી. ને તેમાં ઉંમર પણ હવે