પ્રાયશ્ચિત - 88

(89)
  • 7.5k
  • 5
  • 6.1k

પ્રાયશ્ચિત પ્રકરણ 88ગુરુજીની કૃપાથી કેતન મોહિનીની માયાજાળમાંથી બચી ગયો. કેતકીની વાતોની એના મન ઉપર કોઈ જ અસર ના થઈ. કેતકીએ આપેલો મોબાઈલ નંબર સેવ કરવાના બદલે ચિઠ્ઠી એણે ખિસ્સામાં મૂકી દીધી. લગભગ દસેક વાગે મહેતા અંકલ સૂવા માટે રૂમમાં આવી ગયા. " બે દિવસથી ફરી ફરીને થાકી ગયા છીએ. અમે તો એટલા બધા મંદિરોમાં ફર્યા છીએ કે પગે ગોટલા ચડી ગયા છે. " " એટલા માટે જ હું મુખ્ય ચેતના જ્યાં છે ત્યાં માથું ટેકવી દઉં છું અને હૃદયના તાર મિલાવી દઉં છું. બાકી તો બધાં ઐતિહાસિક સ્થળો છે. " કેતન બોલ્યો. " તમારી વાત સાચી છે કેતનભાઇ પરંતુ ભાવના વધુ પડતી શ્રદ્ધાળુ છે