મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભ

  • 3.4k
  • 1.2k

મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભમોક્ષ જો અંત હોય તો આત્માને ફરી કોઈ પણ શરીરમાં પ્રવેશ કરી પૃથ્વી પર આવવાનું નથી થતું. હવે, જો બીજા કોઈ ગ્રહો પર અન્ય જીવો વસવાટ કરતા હોય તો તેમાંથી પણ મુક્તિ મળી જવાની છે કે એ મોક્ષ પછીની એક નવી શરૂઆત હશે- એ તથ્ય સુધી હજુ હું નથી પહોંચ્યો. ખેર, મોક્ષ એ જીવનચક્રની પીડાનો અંત હોય તો એ શ્રેષ્ઠ જ કહેવાય એવું માની લઈએ - શાસ્ત્રોક્ત વાત જે આપણે સ્વિકારેલ હોય એટલે! પરંતુ, જીવનચક્રની પીડામાંથી મુક્ત થવું એટલે કે મોક્ષ સિદ્ધ કરવો હોય તો મોક્ષની પ્રક્રિયાનો પ્રારંભ કરવો પડે. કેવી રીતે ? પીડા સ્વીકારીને