નેહડો ( The heart of Gir ) - 23

(27)
  • 4.6k
  • 1
  • 2.8k

ગીરમાં ટેન્શન ઊભું થઈ ગયું હતું. ટ્રેકર્સ, ગાર્ડ્સ અને ખુદ DFO સાહેબ પણ હાજર હતા.એદણ્યનાં શિકાર પછીની રાતથી સામત સાવજ અને રાજમતી સિંહણ ક્યાંય મળતા ન હતા. પંદરેક ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર સામત સાવજનો હતો. છેલ્લા ચારેક વર્ષથી આ વિસ્તાર પર સામતનું શાસન ચાલતું હતું. આ વિસ્તારમાં રહેલી પાંચ છ સિંહણો પર પણ સામતનો કબજો હતો. સામતથી થયેલા બચ્ચાની ફોજ પણ તૈયાર થઇ રહી હતી. પાંચ-સાત બાળ સિંહ હતા. જ્યારે પાંચેક જેવા પાઠડા(બાળ સિંહથી મોટા અને પુખ્તથી નાની ઉંમરના) હતાં. કોઈ પણ નર સિંહ માટે વિસ્તાર પર કબજો કરવો અને તેના પર પોતાનો