રમીલા ભાભી..... એ જ્યારથી પિયર છોડી સાસરે આવી ત્યારે પિયર પક્ષનાં પહેલું આણું કરવા આવ્યાં તે આવ્યાં.પિયર ગયા પછી સાસરેથી થોડા દિવસમાં રમીલાને તેડવા તેની નણદ અને દિયર બેઉ જીપ લઇને આવી ગયાં.રમીલા પાછી સાસરે આવી ગઇ.હવે તેને પિયરમાં જે પ્રકારનું બચપણ વીત્ત્યું હતું તેનાથી વિપરીત વાતાવરણમાં તેને ગમતું થવા ઘણી મહેનત અને જતું કરવાની ભાવના કેળવવી રહી.રમીલા એટલે ગામડાના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલું છોડવું.તેને તમામ વાતાવરણ બચપણ કોઠે હતું.ઘેડવાળો ઘાઘરો,અંગે વિવિધ રંગી ભાતીગળ ચિત્રોથી સીવેલું કપડું એટલે કબજો. તેના ઊંચા અને ઘઉંવર્ણા પરંતુ કમનીય કાયા સાથે કસોક્સ પહેરતી.માથે ગવનની ચૂંદડી હોય.ગામની કુંવારી કન્યા બધી પહેરતી એટલે તેને નવાઈ જેવું કંઈ હતું