રુદયમંથન - 23

(14)
  • 2.3k
  • 1.3k

"ક્યાં ગયા હતો બેટા?" - માધવીએ ફળીમાં આવી રહેલાં મહર્ષિએ પૂછ્યું. " એ તો કામ હતું તો માતૃછાયા ગયેલો મમ્મી." - મહર્ષિએ શાંતિથી જવાબ આપ્યો. " તો સ્વીટીને લઈ જવી હતી ને ભેગી." - માધવી જોડે ખાટલામાં બેસેલી શિખા બોલી. "હા પણ એની જરૂર નહોતી એટલે ના લઈ ગયો." "બધું ઓકે છે ને? કઈ કાળું ધોળું તો નથી ચાલી રહ્યું ને ઋતા ભેગુ?" - શીખીએ એના શાતિર દિમાગને જોર આપતાં કહ્યું. "શું કાકી તમે પણ? કઈ પણ બોલો છો!" - મહર્ષિ શિખા પર જરા અકળાઇ