ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૨

  • 2.3k
  • 2
  • 1.1k

સવારનો સૂરજ આજે જીતસિંહ માટે નવી ઉમંગ અને આશા લઈને આવ્યો હતો. ચહેરા પર ખુશી અને ઉમંગ હતો. કાવ્યાને પામવાના જાણે સપના સેવી રહ્યા હોય તેમ કાવ્યા તેની સાથી હોય તેઓ મનમાં ભાસ ઉત્પન્ન થવા લાગ્યો હતો. હોંશે હોંશે જીતસિંહ કાવ્યા ને મળવા અને તેની ઈચ્છાની વસ્તુ તેને આપવા ગેસ્ટ હાઉસ જવા નીકળ્યા. કાવ્યા તૈયાર થઈને જાણે જીતસિંહ ની રાહ જોઈને બેઠી હોય તેમ રૂમની બહાર બેઠી હતી. તેને ખ્યાલ પણ હતો નહિ કે સામેથી આવી રહેલા જીતસિંહ રીંગ લઈને મને આપવા આવી રહ્યા છે. પણ તેઓ જીતસિંહ નાં પ્રેમના વિચારોમાં ખોવાયેલી હતી. કાવ્યા ને ધીરે ધીરે અહેસાસ પણ થયો હતો