માયા એ કોલેજ સમયમાં થયેલ પ્રેમ વિશે વાત વિરેન્દ્રસિંહ ને કરી ત્યાં વિરેન્દ્રસિંહ ને આ વાત પસંદ નહિ આવી હોય તેમ તે માયા થી થોડા દૂર જઈને બેસી ગયા. માયા તેમની નજીક આવીને પૂછ્યું. શું થયું કુંવર..? માયા નાં આ સવાલ થી વિરેન્દ્રસિંહ થોડીવાર માટે ચૂપ રહ્યા પછી થોડા ગુસ્સે થયા હોય તે રીતે જવાબ આપ્યો. માણસ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય ભૂલી શકે નહિ મને લાગે છે તારો પહેલો પ્રેમ પણ તું હજુ દિલમાં રાખીને બેઠી હશે. મને ખબર હોત કે તે કોલેજ કાળમાં કોઈના પ્રેમ માં હતી તો હું તારી સાથે સગાઈ પણ કરેત નહિ. વિરેન્દ્રસિંહ નો આવો તીખો જવાબ સાંભળી ને