શોપિંગ મોલ પહોંચવામાં હજુ વાર હતી. કાવ્યા અને જીતસિંહ શાંતિ થી કાર ચલાવી રહ્યા હતા. જીતસિંહ નાં મનમાં ઉદભવેલો સવાલ કાવ્યા ને કહે છે. કાવ્યા તારા રૂમના ટેબલ પર સ્ટાર વાળી ચમકતી છડી પડી હતી તે તારી છે. શું તે જાદુઈ છડી છે.? અચાનક જીતસિંહના મોઢેથી છડી નું નામ સાંભળતા જ કાવ્યા ચોકી ગઈ. પણ તે જીતસિંહ ને તે છડી વિશે કે તેના ચહેરાના હાવભાવ બતાવવા માંગતી ન હતી એટલે ચહેરો થોડો હસતો રાખીને બોલી.અરે કુંવર તે તો એક રમકડું છે. તે છડી નહિ એક નાની પ્લાસ્ટિકની લાકડી છે. હું અહી આવી રહી હતી ત્યારે રસ્તામાં મને એક રડતી નાની છોકરી મળી