રાજવી : પ્રીતની નવી રીત - 35

  • 2.6k
  • 1.1k

(૩૫) (રાજુલે શણગાર કર્યો એ સાંભળીને નવાઈ લાગી અને આશ્ચર્ય દર્શાવવા વૃદાં અને શશિલેખા ત્યાં આવ્યા. હવે આગળ...) "આ કૃષ્ણ મહારાજની જોડે કોણ બેઠા છે?" "રહનેમિકુમાર...." વૃદાંએ પૂછયું અને એનો રાજુલે જવાબ આપતાં કહ્યું. "લાગે છે તો સારા વરણાગિયા..." લેખાએ વૃદાંનો પડતો બોલ ઝીલી લીધો. "એમાં આપણે શું?" રાજુલ છણકાઈને કહ્યું. એટલામાં તો સુભટ આવ્યો, "કુંવરીબા, મહારાજા  અને અતિથિઓ આ બાજુ પધારે છે." ત્રણે સખીઓ એકબીજા તરફ જોવા લાગી. રાજુલે ઊભા થઈ વસ્ત્રો પરથી રજ ખંખેરવા માંડી. દરબારમાં એને રહનેમિ તરફ ખાસ નજર નહીં નાખેલી, પણ હવે તો વાત પણ કરવી પડશે એમ એને લાગ્યું. બહારથી કોઈની વાતોનો ગણગણાટ થતાં