રાજવી : પ્રીતની નવી રીત - 34

  • 2.2k
  • 1
  • 1.1k

(૩૪) (ધારિણીદેવીએ રાજુલને પોતાના જન્મદિવસની ઉજવણી માટે શણગારી રહ્યા છે. હવે આગળ...) "મા, આજે છેલ્લી વાર આ શણગાર સજું છું." રાજુલે કહ્યું અને ધારિણીએ આનંદમાં આવીને હા પાડી. એટલામાં તો માધવી હાથમાં ઝાંઝર લઈને આવી. અને એને રાજુલના પગ પકડીને એને પહેરાવવા માંડ્યા. "તારે હજી રૂમઝૂમ કરવાનું બાકી હતું." "હવે ઠેકાણે આવ્યા ને...." માધવી બોલી તો આટલું જ, પણ એના કરતાં એની આંખોની ભાષા સારા પ્રમાણમાં એની તરફ તે વધારે કટાક્ષ વહાવતી હતી. રાજુલે પગના ઠેકાથી પોતાનો વિજય દર્શાવ્યો, પણ માધવીનો અંગૂઠો હાલ્યો અને પોતે હારી ગઈ હોય એવું ભાન પણ રાજુલને થયું. હવે શું થાય? રાજુલ તો મનમાં જ