રાજવી : પ્રીતની નવી રીત - 33

  • 2.1k
  • 2
  • 1.1k

(૩૩) (ધારિણીરાણીના જન્મદિવસની ઉજવણી માટે રાજુલ નારાજગી બતાવી રહી છે. હવે આગળ...) એ જ સાદાં વસ્ત્રોમાં રાજુલ ધારિણીરાણી પાસે પહોંચી. કેશકલાપ એને સાદા અંબોડામાં બાંધેલો, તેમાં વેણી નહોતી ઝૂલતી. આંખોમાં કાજળ પણ નહોતું અને શરીર પર કોઈ જ અલંકારો નહોતા. છતાં એ જાણે સૌદર્યમૂર્તિ એવી દેખાઈ રહી હતી. કદાચ આભૂષણો પોતે ઝાંખા પડવાના ભયે પણ એના શરીર પર આવતાં અચકાયાં હોય. વગર ઝાંઝરે પણ જયારે ધારિણીરાણીના શયનખંડમાં ગઈ તો એના પગલાના રણકાર જાગ્યો. "આવ દીકરી..." રાણીએ એને જોતાં જ કહ્યું. "અરે, તૈયાર પણ થઈ નથી, લે આ માળા નાંખ ગળામાં." "તૈયાર જ છું, મા." રાજુલે હસતા હસતા કહ્યું. "આ વસ્ત્રો..."