રાજવી : પ્રીતની નવી રીત - 32

  • 2.2k
  • 1.1k

(૩૨) (રહનેમિ સત્યભામા જોડે માર્ગદર્શન લેવા જાય છે. હવે આગળ ..) "પણ મારી પાસે કોઈ માર્ગ હોય તો હું બતાવું ને." સત્યભામાએ કહ્યું. "મને મારા માર્ગમાં મદદ કરશો?" રહનેમિને થયું કે હવે મન ઉઘાડયા વિના ઉપાય નથી. "મારાથી થશે તો જરૂર કરીશ." સત્યભામા પણ બાંધી બંધાય એમ નહોતી, અને રહનેમિને વાતનો ઘટફોસ્ટ કર્યા વિના ચાલે એમ નહોતું. એના અંતરને કોરી નાખતી વાત એ બહાર ન કાઢે તો કદાચ એ વીંધાઈ જાય. "મારું એમ કહેવું છે કે આપણે ઉગ્રસેન રાજાને કહેવરાવીએ કે યાદવકુળમાં જ તમારી કન્યા વધૂ તરીકે સ્થાન પામશે." "વાહ, એ તો કેમ બને, ભલા?" સત્યભામા આશ્ચર્ય પામતી હોય તેમ