રાજવી : પ્રીતની નવી રીત - 31

  • 2.5k
  • 1
  • 1.1k

(૩૧) (રહનેમિ સત્યભામાની સલાહ લેવા જાય છે, ત્યાં શતાયુ મળે છે. હવે આગળ...) "અને કુમારીએ શો જવાબ આપ્યો?..." રહનેમિએ ઉત્સુકતાથી પૂછ્યું. "એમને મને કહ્યું કે બહેનને કહેજે કે તમારી આટલી બધી લાગણી માટે આભાર. પણ હવે આ જન્મમાં મારે માટે તમારે બીજો ભરથાર શોધવાની જરૂર નથી અને મારું મન સ્વસ્થ જ છે." "સાચે જ?" રહનેમિને આશ્ચર્યથી પૂછ્યું. "હા, કુમાર... એમના જ શબ્દો મેં તમને કહ્યા. અને એમની એ વેળાની મુખમુદ્રા... શું કહું? ખરેખર કોઈ દૈવી શક્તિ એમને બોલાવતી હોય એમ જ મને લાગ્યું." રહનેમિને રાજુલની મૂર્તિ વધારેને વધારે યાદ આવવા લાગી. આવી પુષ્પ શી કોમળ અને ચંદ્રિકા શી અમીભરી અને