રાજવી : પ્રીતની નવી રીત - 28

  • 2.5k
  • 1
  • 1.2k

(૨૮) (નેમકુમાર રાજુલને પોતાનો દ્રષ્ટિકોણ બતાવી રહ્યા છે. હવે આગળ...) "તમે જ મને માર્ગ બતાવો, કુમાર. તમે જ મારે મન મારા સ્વામી અને મારા તારણહાર છો." "સ્વામી... રાજકુમારી, પાછાં ભૂલ્યા. કોણ સ્વામી અને કોણ સેવક! આત્માની રીતે સૌ સરખા, કોણ ઊંચ અને કોણ નીચ? કદાચ તમારો આત્મા મારા આત્મા કરતાં પણ અનંતગણી વધારે શક્તિ ધરાવતો હોય. અને જયાં સર્વસ્વ ન્યોછાવર કરવાની આટલી પ્રચંડ શક્તિ દેખા દે છે, એ શું બતાવે છે?" "પણ મારે તો આ બધા કુટુંબીજનોનો સામનો કરવાનો છે. તમે મુકત થઈ ગયા, પણ મારી સ્વતંત્રતા કયાં?" "મુક્ત છે આત્મા, એને શા માટે બાંધો છો? એને બંધાવા દેવો પણ