રાજવી : પ્રીતની નવી રીત - 22

  • 2.5k
  • 1
  • 1.2k

(૨૨) "સ્વામી... તારા..." ધારિણીરાણી એકાએક બોલી ઉઠયા. "હા... મારી મા..." રાજુલે પણ એટલાજ સંકલ્પ અને મક્કમતાથી કહ્યું તો બધા તેને આશ્ચર્યથી જોઈ જ રહ્યા. "માફ કરજો, પિતાજી રાજુલ અવિનય કરે છે એમ લાગે તો... પણ મા, તું પણ મને ન ઓળખી શકી કે આર્યકન્યાને એક જ પતિ હોય. એવું તો તે જ મને ભણાવ્યું છે." "આર્યસ્ત્રીને... કન્યાને નહીં, કુંવારી કન્યાને તો સો વર ને સો ઘર." ધારિણીરાણીએ કહ્યું. "પણ હું કયાં કુંવારી છું? તમારા સૌની દ્રષ્ટિએ ભલે લાગે, બાકી મારા મનથી તો મેં એમને મારા સ્વામી માની જ લીધા છે." "હવે એ બધી વાત પછી થશે. પણ એ પહેલાં તો