રાજવી : પ્રીતની નવી રીત - 21

  • 2.6k
  • 1
  • 1.2k

(૨૧) (રાજુલના મનને આઘાત લાગતાં બેભાન થઈ જાય છે. તે સ્વસ્થ થઈને વાત જાણવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) સંયોગની જોડે વિયોગ સંકળાયેલાં છે. અને એવું જ રાજુલ જોડે બની રહ્યું છે. તે નેમિ... નેમિ... મનથી જ પોકારી રહે છે. "કુમાર કયાં ગયા છે?" એ પ્રશ્નનો જવાબ કોઈ આપે તો પણ કેવી રીતે? એટલે અકળાઈને શશિલેખાએ કહ્યું, "રાજુલ, છોડ હવે એનું નામ..." "કોનું કુમારનું?... ગાંડી થઈ લાગે છે, શશિલેખા!' "હું આર્યકન્યા ખરી કે નહીં?" રાજુલ કોઈ અલગ જ દુનિયાથી બોલતી હોય એમ બોલાવા લાગી તેમ તેને સામો પ્રશ્ન કર્યો. "ખરી ભાઈ ખરી." વૃદાંએ જવાબ આપ્યો. "કુવંરીબા, હું જઉં છું... હું