શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: | ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસુંદરકાંડની સુંદર કથાનો પ્રારંભ કર્યો હતો. શ્રીસુંદરકાંડનો પ્રથમ શ્લોક કે જેમાં ભગવાન શ્રીરામ માટે વાપરવામાં આવેલા સુંદર-સુંદર વિશેષણોથી કરવામાં આવેલી વંદનાથી આપણે શરૂઆત કરી હતી અને આ પહેલા શ્લોકના પૂર્વાર્ધ સુધીની વંદના જોઈ હતી. આ લેખમાં શ્લોકના ઉતરાર્ધથી આગળ વધીએ – રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્ ॥ રામાખ્યામ્ એટલે કે જેઓ રામ નામથી જાણીતા છે. આમ તો ભગવાન નિર્ગુણ, નિરંતર અને સર્વવ્યાપી છે, જેનો કોઈ આદિ કે અંત નથી, પરંતુ,