કર્મોનો હિસાબ (ભાગ :- ૧) કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. બધાજ ડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા. મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન. ડો. આર્યન અને ડો. અંજલી આ બંનેએ લવ મેરેજ કર્યા