જેમ આગળ જોયું તેમ શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ મિસ ચંદ્રિકા લેવાના હતા, એટલે શ્રધ્ધા તેમના કેબિનમાં તેમને મળવા માટે જાય છે. શ્રધ્ધા ત્યાં બેસીને મિસ ચંદ્રિકા સાથે બેસીને વાત કરે છે. રવિ એટલામાં ચા અને નાસ્તો લઈને આવે છે. ચંદ્રિકાના ફોનમાં કોઈકનો ફોન આવે છે એટલે તે ફોન પર વાત કરવા લાગે છે. ત્યારે જ શ્રધ્ધા ચંદ્રિકાની આંખોમાં દેખાતા પોતાના અતીતના પડછાયામાં ખોવાઈ જાય છે. તે ૧૨માં ધોરણમાં સારા પરિણામ સાથે પાસ થાય છે, તેની ખુશીમાં પરિવાર સાથે સાપુતારા ફરવા જવાનું નક્કી કરે છે. ત્યાં જ તેની મુલાકાત સમર શર્મા