મોજીસ્તાન - 76

(16)
  • 2.8k
  • 1.2k

મોજીસ્તાન (76) આખરે તભાભાભાની વાત માન્ય રાખીને ગામમાં યજ્ઞ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું.ભાભાએ મુહૂર્ત જોઈને દિવસ નક્કી કર્યો. ગામની બહાર આવેલા શિવજીના મંદિરની જગ્યામાં યજ્ઞ કરવા માટે પસંદ કરવામાં આવી. કોને શું કામ સોંપવું એ નક્કી થયું.ગામના નાનામોટા દરેકને સહભાગી બનાવીને ધુમાડાબંધ જમણવાર કરવાનો હોવાથી ફાળો કરવો જરૂરી હતો.તખુભા અને હુકમચંદે એકાવનસોથી શરૂઆત કરી.વજુશેઠ, રવજી સવજી વગેરેએ પણ સારી એવી રકમ આ ફાળામાં નોંધાવી. તભાભાભા ખુશ થઈ ગયા હતા.ઘણા સમયથી એમને ફરતા ગામના બ્રહ્મણોને જમાડીને એમનો દબદબો વધારવો હતો. આખરે એમના મનની ઈચ્છા પૂરી થઈ રહી હતી. યજ્ઞમાં આહુતિ આપવા માટે એકસો એક કુંડ બનાવવામાં આવ્યા.મુખ્ય કુંડના પાટલા માટે બોલી બોલાવવાનું નક્કી