લોહી તરસ્યું ભૂત-રાકેશ ઠક્કર "અનુલ, હવે શું કરશો તમે?" તેન્નીશાના સ્વરમાં ચિંતા હતી. અનુલ પણ પહેલાં તો વિચારમાં પડી ગયો. પછી ખુશ થઇને બોલ્યો:"જંતેશ જિંદાબાદ!" "આ એ જ જંતેશની વાત કરો છોને જેનો તમે લોહી આપીને જીવ બચાવ્યો હતો..." તેન્નીશા યાદ કરતાં બોલી. "તેન્નીશા, કોઇનો જીવ બચાવનારો હું કોણ? એ તો એક રક્તદાતા તરીકે મારી ફરજ હતી..." અનુલ પોતાની જૂની ડાયરી શોધતાં બોલ્યો. "રક્તદાતાઓની આ જ તો મહાનતા હોય છે..." તેન્નીશા તેનું એક રક્તદાતા તરીકે વધારે ગૌરવ લેતી હતી. "તેન્નીશા! તેન્નીશા! બસ હવે, મારા કાર્યના વખાણ મને ગમતા નથી. મને આનંદ એ વાતનો છે કે જંતેશને મુશ્કેલીના સમયમાં મારું લોહી