શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 3

  • 3.8k
  • 1
  • 1.6k

શબ્દ-ઔષધિ ભાગ-ત્રણઆજનો શબ્દ છે, " મજા "સુવાક્યો, સુવિચારો, શિખામણો, પ્રેરક કથાઓ, માતા-પિતા, તેમજ ગુરુજી તરફથી અવાર નવાર મળતા જીવન ઉપયોગી સલાહ સૂચનો, તેમજ અન્ય કોઈપણ વડીલો, લેખકો, મહાનુભાવો, કે પછી, ઐતિહાસિક મહાન વ્યક્તિઓની જીવન સંઘર્ષગાથા થકી, આ દરેકે-દરેક માધ્યમથી, આપણને સતત, અને અવીરત મળતી રહેતી પ્રેરણા, સાથે-સાથે, નવા-નવા વિચારો, સારી ને સાચી વાતો, રોજિંદી સમસ્યાઓ સામે, તેના સમાધાનો, સાથે-સાથે, આપણને પોતાને પણ, આપણાં મન થકી, અવારનવાર ઉદભવતા, કે મળતા સારા વિચારો.આ બધી સમજણભરી સાચી વાતોની સારી અસરો, જીવન જીવવાની એકધારી મજા,આપણને આપણા સમગ્ર જીવન પર, પૂરેપૂરી, ને એકધારી કેમ જોવા મળતી નથી ? કે પછી આંશિકજ કેમ જોવા મળે છે ? અને તે પણ, થોડા સમય માટે જ કેમ દેખાય