નેહડો ( The heart of Gir ) - 21

(25)
  • 4.7k
  • 2
  • 2.8k

બંને અહીંથી થોડે દૂર જઈને ઊભા રહ્યા. ઉભા રહી શિકાર આરોગી રહેલા શિયાળને જોઈ રહ્યા. શિયાળ ઘડીક શિકાર બાજુ જોવે, તો ઘડીક આ બંને બાજુ જોવા લાગ્યું. તેને એક બાજુ ભૂખ હતી, તો બીજી બાજુ આ બંનેનો ડર હતો. સાથે સાથે હવામાં તે સાવજની ગંધ પણ લેતું જતું હતું. સાવજ કઈ દિશામાં અને કેટલો દૂર છે એ તે હવામાંથી આવતી ગંધ પરથી પારખી શકતું હતું. આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા, પરંતુ એ હજી વરસતાં ન હતા. આકાશમાંથી કોઈક કોઈક છાંટા પડી રહ્યા હતા. કનાને શિકારને ખાઈ રહેલ શિયાળ જોવાની મજા આવતી હતી. હવે