આગલા દિવસની ભાગદોડનો થાક ઉતારી મુંબઈ શહેર સૂરજની પહેલી કિરણ ધરતી ઉપર પડે તે પહેલા જાગીને ફરીથી દોડતું થયું હતું. પોતાના સપનાઓને પકડવા ભાગી રહેલ હજારો કદમોની સાથે ભળતાં બે પગ આજે જાણે હવામાં ઉડી રહ્યા હતા.સમયસર નોકરી માટેના ઇન્ટરવ્યુ સ્થળ પર પહોંચવા માટે ધરાનું મન ખુશી અને ઉચાટ મિશ્રિત લાગણીઓમાં ભાગી રહ્યું હતું. જો આ નોકરી મળી જાય તો તેના હાલકડોલક પરિવારની નાવ થોડીઘણી સ્થિર થઈ શકે તેમ હતી. આ નોકરી ધરા અને તેના પરિવાર માટે ખૂબજ જરૂરી હતી, માટે ધરા ઘણી કોશિશ પછી મળેલ આ તકને ગુમાવવા માંગતી નહોતી. જો આ ટ્રેન છૂટી ગઈ તો ધરાનાં હાથમાંથી નોકરી