પ્રાયશ્ચિત - 82

(83)
  • 6.8k
  • 4
  • 5.9k

પ્રાયશ્ચિત પ્રકરણ 82અસલમની આખી વાત સાંભળ્યા પછી કેતનના મનમાં આશિષ અંકલ માટે રિસ્પેક્ટ વધી ગયું. આટલું બધું થઈ ગયું હોવા છતાં પણ ક્યારેય એમણે કેતનને ગંધ સુદ્ધાં ન આવવા દીધી કે એ બધું જાણે છે !! એકદમ નોર્મલ વ્યવહાર કર્યો. એટલું જ નહીં રાજકોટ જતા પહેલાં પણ ફાઇલમાં એવા રિમાર્ક લખ્યા કે જેના કારણે અસલમને કે કેતનને ભવિષ્યમાં પણ કોઈ વાંધો ન આવે ! ઉપરથી નવા સુપ્રિટેન્ડેન્ટ ઓડેદરાને કેતન વિશે ભલામણ કરતા ગયા. " મારે હવે વહેલી તકે આશિષ અંકલને મળવું પડશે અસલમ. આ બધું જાણ્યા પછી હવે હું જરા પણ વિલંબ ના કરી શકું. એક-બે દિવસમાં જ હું રાજકોટ આંટો મારું