કોને ભૂલું ને કોને સમરું રે - 23

  • 2.1k
  • 1.1k

નાથીયાને ચંદ્રકાંતે ધારીને જોયો...તેલ વગરના માથાના કરકરીયા વાળ ન સેંથો પાડેલો ન માથુ ઓળેલુ પણ મોટી દેગડી જેવડુ માથુ મોટી ડરાવની આંખ છીબુ નાક ,નાકમાંથી નિકળેલા શેડા ,ફાટેલા હોઠ ફાટેલુ ખમીસ...ચડ્ડીની પોસ્ટઓફિસનુ એક બટન ખુલ્લુ ...ચંદ્રકાંત ખડખડાટ હસી પડ્યો...અને ઇશારો ચડ્ડી તરફ કર્યોએટલે ખમીસ ઢાંકી બે પગ સાંકડા કર્યા ત્યાં સુધીમા અમૃતલાલ માસ્તરનો છીકણીનો ક્વોટા પુરો થઇ ગયેલો .કાંટો ચડી ગયો હતો ..હાથમા બે ફુટની આંકણી હલાવતા નજીક આવ્યા ...નાથીયા સામે જોયુ ..તેની બાજુમા તેનો જીગરી ભુપત બેઠો હતો તેને પરસેવો થઇ ગયો...નાથીયાનો રોજનો ચાર પાંચ આંકણીનો ક્વોટા પુરો થયો નહોતો..ભુપતને માંડ એક બે પડતી... "કેમ બોલાવ્યો નાથીયા? તારેતો ભણવુ