કોને ભૂલું ને કોને સમરું રે - 22

  • 2.7k
  • 1.5k

"વાહ ,મજા આવી ગઇ !વાહ...શું કડક સુગંધ,શુ ટેસ્ટ !....એક ઘુંટથી શું થાય? બોટલ મોઢામા ઠલવી દીધી .ત્યાં મોટી બેનની નજર પડી...."કાળી ચીસ પાડી બેન દોડતી આવી ....મારું નામ બગાડવાનુ પહેલું શ્રેય મોટી બેનને જાય છે.."હાય હાય ચંદુડો...”બેને એક હાથમા ટીંચર આયોડીનની ખાલી બોટલ પકડી મહામહીમ ચંદ્રકાંતને કાખમા નાખી કથા ચાલતી હતી ત્યાં ચીસો પાડતી દોડી...”ભાઇ આ આ ચંદુડો આખી બોટલ ઢચકાવી ગયો...બાપરે ...”જગુભાઇ કથા મંડપ છોડી દોડ્યા બહાર...પાછળ મોટુ ટોળુ દોડ્યુ ...રસ્તામા ઘોડાગાડી પકડીને દોડાવીને સરકારી હોસ્પીટલ જ્યાં મહામહીમનો શુભ જન્મ થયો હતો ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટર બહાર જવાની તૈયારીમા હતા તે આવી રીતે જગુભાઇને જોઇને પાછા ફર્યા ....દોડતા જગુભાઇએ