કોને ભૂલું ને કોને સમરું રે - 20

  • 2k
  • 1.1k

ગામમાં સન્નાટો ફેલાઇ ગયો.લક્ષ્મીમાં ગયા.?.સાથે એક યુગને લઇ ગયા...એ જમાનાના લખપતિ કાળીદાસ હીરજી સંધવીના પત્ની ચાર સફેદ ખાદીના સાડલા ને રસની ચાર ચુડી પહેરે?ધરમા નાતજાત કોઇ આભડછેટ વગર બે રોકટોક ઇસ્માઇલભાઇ નાગોરી તરવડાથી આવે કે હરીજન વાસથી હરીભાઇ આવે,તમામ આઝાદીના લડવૈયા માટે વગર પુછે એકજ આશરો લક્ષ્મીમાં હતા.કેટલા દિવસ રહીશ એમ કોઇને એમનાં ઘરે કોઇએ ક્યારેય પુછ્યુ નહી.અરે પ્રેમજીભાઇ લેઉવા આઝાદી પછી ચાલીસ વરસ રહ્યા...!!!કોઇ દિવસ લક્ષ્મીબેનને કાળીદાસભાઇએ કંઇ ક્યુ જ નહી..જાણે દાને દાને પર લીખા હૈ ખાનેવાલે કા નામ સમજો..ઘરમા કામ કરતા દુધીવહુ એટલા અમારા સહુના બીજા માં .જાતે સુતાર હતા વરના મૃત્યુ પછી મોટો દિકરો અકાળે મરી ગયો